GSRTC : કંડકટર ભરતી ૨૦૨૬

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા સીધી ભરતીથી ફિક્સ પગારની જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

📌 મહત્વની વિગતો:

પોસ્ટનું નામ: કંડકટર

કુલ જગ્યાઓ: ૪૩૧૮ જગ્યાઓ

ફિક્સ પગાર: રૂ. ૨૬,૦૦૦/- (૫ વર્ષ માટે)

 

📅 અગત્યની તારીખો:

ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો: તા. ૦૬/૦૬/૨૦૨૬ થી તા. ૦૫/૦૭/૨૦૨૬ (રાત્રે ૨૩:૫૯ કલાક સુધી)

અરજી ફી સ્વીકારવાનો સમયગાળો: તા. ૦૬/૦૬/૨૦૨૬ થી તા. ૦૭/૦૭/૨૦૨૬ (રાત્રે ૨૩:૫૯ કલાક સુધી)

 

🎓 લાયકાત અને વયમર્યાદા:

શૈક્ષણિક લાયકાત: ધોરણ-૧૨ પાસ (૧૦+૨) અથવા સરકાર માન્ય સમકક્ષ લાયકાત.

જરૂરી લાયસન્સ: પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO) તરફથી મળેલ વેલિડ કંડકટર લાયસન્સ અને બેઝ હોવો અનિવાર્ય છે.

કોમ્પ્યુટર જ્ઞાન: સરકારી ઠરાવ મુજબ કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવાનું સર્ટિફિકેટ/માર્કશીટ હોવી જરૂરી છે.

વયમર્યાદા: ૧૮ થી ૩૫ વર્ષ (નિયમાનુસાર અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે).

 

📝 પરીક્ષા પદ્ધતિ (૧૦0 ગુણ - સમય: ૧ કલાક):

૧૦૦ પ્રશ્નોની OMR પદ્ધતિથી હેતુલક્ષી લેખિત પરીક્ષા લેવામાં આવશે (ખોટા જવાબ દીઠ ૦.૨૫ માઈનસ ગુણ કપાશે).

 

અભ્યાસક્રમ:

સામાન્ય જ્ઞાન / ગુજરાતનો ઇતિહાસ / ભૂગોળ / ગુજરાતના વર્તમાન બનાવો (ધો. ૧૨ કક્ષા) – ૨૦ ગુણ

કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના પ્રશ્નો – ૨૦ ગુણ

રોડ સેફટી – ૧૦ ગુણ

ગુજરાતી વ્યાકરણ (ધો. ૧૨ કક્ષા) – ૧૦ ગુણ

અંગ્રેજી વ્યાકરણ (ધો. ૧૨ કક્ષા) – ૧૦ ગુણ

ક્વોન્ટીટેટીવ એપ્ટીટ્યુડ અને ટેસ્ટ ઓફ રીઝનીંગ (ધો. ૧૨ કક્ષા) – ૧૦ ગુણ

નિગમને લગતી માહિતી / ટીકીટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો – ૧૦ ગુણ

મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારી / પ્રાથમિક સારવાર / કંડકટરની ફરજો – ૧૦ ગુણ

 

💳 અરજી ફી (ઓનલાઈન પ્રોસેસ ફી):

બિન અનામત (General) વર્ગના પુરુષ ઉમેદવારો: રૂ. ૩૦૦/- + જી.એસ.ટી.

અનામત વર્ગ (તમામ કેટેગરીની મહિલાઓ, SEBC, EWS, SC, ST, દિવ્યાંગ અને માજી સૈનિક): રૂ. ૨૦૦/- + જી.એસ.ટી.

 

💻 અરજી કેવી રીતે કરવી?

ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

📸 ફોટો અને સહી અપલોડ વિગત: ફોટો અને સહી બંને JPG ફોર્મેટમાં ૧૦ KB થી વધારે સાઈઝના ન હોવા જોઈએ.

 

ℹ️ વધુ વિગતવાર માહિતી અને સૂચનાઓ માટે નિગમની સત્તાવાર વેબસાઈટ https://gsrtc.in જોતા રહેવું.

Author Figure

Hardik Chaudhari

Software Engineer

Content Creator at Gujarati Post

Logo
ગુજરાતી પોસ્ટ

નોકરી અને માહિતીના નવા નોટિફિકેશન મેળવવા "OK" પર ક્લિક કરી "Allow" પર ક્લિક કરો.