CDS : ભારતના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ એન એસ રાજા સુબ્રમણી
ભારતીય સેનાના સર્વોચ્ચ પદ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) પર નવી નિમણૂંક કરવામાં આવી છે. વર્તમાન CDS, અનિલ ચૌહાણ, 30 મે, 2026 ના રોજ તેમનો કાર્યકાળ પૂર્ણ કરશે. ભારત સરકારે (indian government) અગાઉ એક નવા CDS ની નિમણૂંક કરી છે, જે ચૌહાણનો કાર્યકાળ પૂરો થયા પછી પદ સંભાળશે. ભારત સરકારે લેફ્ટનન્ટ જનરલ N S Raja Subramani (PVSM, AVSM, SM, VSM-નિવૃત્ત) ને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ પદ સંભાળ્યાની તારીખથી આગામી આદેશ સુધી ભારત સરકારના લશ્કરી બાબતોના વિભાગના સચિવ તરીકે પણ સેવા આપશે.
⁸
તેઓ વર્તમાન CDS જનરલ અનિલ ચૌહાણનું સ્થાન લેશે, જેઓ ૩૦ મે, ૨૦૨૬ ના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે.
નવા CDS: લેફ્ટનન્ટ જનરલ એન.એસ. રાજા સુબ્રમણિ (નિવૃત્ત).
મુખ્ય જવાબદારી: તેઓ ભારતની ત્રણેય સેના (આર્મી, નેવી, એરફોર્સ) વચ્ચે સંકલન અને સંરક્ષણ બાબતોમાં સરકારને સલાહ આપશે.
અગાઉની ભૂમિકા: તેઓ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ સેક્રેટરીએટ (NSCS) માં લશ્કરી સલાહકાર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રથમ CDS - જનરલ બિપિન રાવત
બીજા - જનરલ અનિલ ચૌહાણ
અને હવે એન.એસ. રાજા સુબ્રમણી