Chief Minister: એક્ટર વિજય તામિલનાડુના ૯માં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

આખરે તામિલનાડુમાં TVK પ્રમુખ એક્ટર વિજયે બહુમતી સાથે રાજ્યપાલને સરકાર બનાવવા પત્ર આપ્યો. જોકે બંધારણ મુજબ જો બહુમતી કોઈ એક પક્ષને ના મળે તો સૌથી વધુ સીટો મેળવનાર પક્ષને આમંત્રણ સામાન્ય રીતે આપવામાં આવે છે પરંતુ તામિલનાડુ માં રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર દ્વારા કોઇપણ પક્ષને આમંત્રણ ના આપતા. વિજય ત્રણ દિવસથી દરરોજ સરકાર બનાવવાના દાવા રજૂ કરતા હતા. પરંતુ તેઓની પાસે બહુમતી ૧૧૮ સભ્યોની થતી ના હોઈ પરત ફરવું પડતું હતું.

આખરે TVK ને VCK અને IUML નું સમર્થન મળતા કુલ ૧૨૧ સીટો થતા સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો અને આવતીકાલે શપથ ગ્રહણ કરવા માટે રાજ્યપાલ દ્વારા આમંત્રણ અપાયું.
તેઓ રાજ્યના ચેન્નાઈ ના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ માં શપથ લેશે.