MMC : મહેસાણા મહાનગરપાલિકામાં નોકરી - પ્રોજેક્ટ ઓફિસર માટે સીધી ઇન્ટરવ્યુ દ્વારા ભરતી
- by Hardik Chaudhari
- May 30, 2026
📍 જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર (DEOC), કલેક્ટર કચેરી, મહેસાણા
ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA), ગાંધીનગર દ્વારા ૧૧ માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે ભરતી જાહેર કરવામાં આવી છે.

📋 જગ્યાની વિગતો:
-
પોસ્ટનું નામ: પ્રોજેક્ટ ઓફિસર (PO) – મહેસાણા મહાનગરપાલિકા
-
કુલ જગ્યા: ૦૧ (એક)
-
માસિક પગાર: ₹ ૨૦,૦૦૦/- + ₹ ૫,૦૦૦/- = કુલ ₹ ૨૫,૦૦૦/- સ્થિર
-
મહત્તમ વયમર્યાદા: ૩૫ વર્ષ
🎓 શૈક્ષણિક લાયકાત અને અનુભવ:
-
લાયકાત: માસ્ટર ઓફ સોશિયલ વર્ક (MSW) લઘુતમ ૭૦% કે તેથી વધુ ગ્રેડ સાથે પાસ.
-
વધારાની લાયકાત: કમ્પ્યુટરનું જ્ઞાન અને ડીઝાસ્ટર મેનેજમેન્ટમાં ડીગ્રી/ડીપ્લોમા ધરાવતા ઉમેદવારને અગ્રતા.
-
અનુભવ: સરકારી અથવા બિનસરકારી સંસ્થામાં સંબંધિત કામગીરીનો ૩ વર્ષનો અનુભવ.
-
ભાષા: ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી.
📅 મહત્વની તારીખો અને અરજી પ્રક્રિયા:
-
અરજી ફોર્મ મેળવવાની છેલ્લી તારીખ: ૦૬/૦૬/૨૦૨૬ સુધીમાં (કામકાજના દિવસો દરમિયાન રૂબરૂ 'ડીઝાસ્ટર શાખા (DEOC), કલેક્ટર કચેરી, મહેસાણા' ખાતેથી મેળવી લેવાનું રહેશે).
-
અરજી જમા કરાવવાની છેલ્લી તારીખ: ૧૨/૦૬/૨૦૨૬ (સ્પીડ પોસ્ટ અથવા રૂબરૂ ઑફલાઇન).
📬 અરજી મોકલવાનું સરનામું: કલેક્ટર કચેરી, ડિસ્ટ્રીક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કચેરી (DEOC), (ડીઝાસ્ટર શાખા), મહેસાણા – ૩૮૪૦૦૧. (નોંધ: ભરેલા ફોર્મ સાથે શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત (Self-Attested) નકલો બે કોપીમાં મોકલવી.)
📞 સંપર્ક માહિતી:
-
ફોન નં: ૦૨૭૬૨-૨૨૨૨૨૦
-
ઈ-મેઈલ આઈડી: dpomehsana23@gmail.com
લિ. એસ. કે. પ્રજાપતિ (IAS), કલેક્ટર, મહેસાણા જિલ્લો
